ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી અનેક વિકાસના કામો થઈ રહ્યા છે પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં વિકાસથી લોકો વંચિત રહી ગયા છે ખાસ કરીને ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં આજે પણ રોડ ગટર ના કામ ન થયા હોવાના કારણે સ્થાનિક લોકો ભારે હલાકે નો સામનો કરી રહ્યા છે ત્યારે ડીસા રાણપુર રોડ પર આવેલી પિંક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી રસ્તાની સમસ્યાથી પરેશાન છે. સોસાયટીનો મુખ્ય માર્ગ ખરાબ થઈ જતા રહીશો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જે મામલે તેઓએ અગાઉ સ્થાનિક નગર સેવકોને રજૂઆત કરી હતી જો કે તેનું કોઈ પરિણામ ન મળતા આજે સોસાયટીના તમામ રહીશો ડીસા નગરપાલિકા કચેરીએ ઘસી આવ્યા હતા અને પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરને તેમની સમસ્યા મામલે રજૂઆત કરી હતી રજૂઆત સાંભળ્યા બાદ નગરપાલિકા પ્રમુખે આગામી છ મહિના સુધીમાં રસ્તા મામલે યોગ્ય કાર્યવાહી કરી બનાવી આપવાની ખાત્રી આપી હતી.