રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોના નિભાવ માટે જાહેર કરેલી રૂપિયા 500 કરોડની સહાય ન ચુકવાતા છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં ગૌસેવકો તેમજ ગૌશાળા પાંજરાપોળ સંચાલકો દ્વારા જુદા જુદા કાર્યક્રમ સ્વરૂપે આંદોલન થઈ રહ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ચૂકવવામાં આવી નથી અત્યાર સુધી અનેકવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હજુ સુધી હલ્યું નથી ખાસ કરીને રાજ્ય સરકારના વિરોધમાં અત્યાર સુધી ગૌશાળા અને પાંજરાપોળ એ ક્યાંક ગૌશાળામાંથી પશુઓ છોડ્યા છે ક્યાંક સરકારના વિરોધમાં મંદન કરાવ્યું છે તો ક્યાંક ભજન અને યજ્ઞ યોજવામાં આવી રહ્યા છે તેમ છતાં પણ હજુ સુધી સરકારને જાણે સહાય ન આપવાની હોય તેમ કોઈ જ જવાબ ગૌશાળા અને પાંજરાપોળમાં આપવામાં આવ્યો નથી રાજ્ય સરકારે ગાયોના નામે મત મેળવી સરકારે કેમ ચુપકીદી સેવી લીધી છે તે હજુ સમજાતું નથી. આથી આ દયાહીન સરકારની આંખો ખુલે અને સત્તાધીશોને સદબુદ્ધિ આવે અને અબોલ જીવો માટે જાહેર કરાયેલી સહાયની રકમ ચૂકવે તે માટે ડીસામાં ચાલી રહેલા આંદોલન દરમિયાન આજે ગૌયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌસેવકોએ હવન માં આહુતિ આપી હતી. આજે યોજાયેલા આ હવનમાં મોટી સંખ્યામાં ડીસા શહેરના ગૌભક્તો જોડાયા હતા અને હજુ પણ જો આવનારા સમયમાં સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ચૂકવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ઉચ્ચારી હતી