દેવ વિદ્યામંદિર થરાદ ખાતે ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ શાળાના નિયામક,આમંત્રિત મહેમાનો, વાલીમિત્રો અને શાળાની દીકરી દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપપ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી શાળાના આચાર્ય જયેશભાઈ દ્વારા મહેમાનો અને વાલીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના પછી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું. શાળાના નાના ભૂલકાઓએ પણ સુંદર મજાના ડાન્સ કરીને દરેકના મન મોહી લીધા હતા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કોમેડી નાટક, મુક અભિનય, રાજસ્થાની નુર્ત્યો, શિવતાંડવ, ગરબો, દેશભક્તિ ડાન્સ, વક્તવ્ય અને ટ્રેડીશનલ ડાન્સ રજુ કરવામાં આવ્યા. દરેક કાર્યક્રમ એક એક થી ચડિયાતા હતા. અંતે હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક કરતબોથી ભરપુર પીરામીડ રજૂ કર્યું હતું. દરેક વ્યક્તિએ તેને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક સુરેશભાઈ બારોટ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષિકા કમળાબેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી જોકે આ કાર્યક્રમમાં શ્રવણસિંહ રાજપૂત, સુરેશભાઈ બારોટ અને ભવનસિંહ સોઢા સહિતના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ પરંપરાગત પહેરવેશમાં આવતાં આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા.