બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે એ આજે તા.28/01/2025 ના રોજ વાવ તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. ડીડીઓ ની મુલાકાત દરમિયાન પંચાયતમાં તમામ સ્ટાફ હાજર મળતા ડીડીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે એ મંગળવારે વાવ તાલુકા પંચાયત કચેરીની ઓચિંતી મુલાકાત કરી હતી. કચેરી ના વિવિધ વિભાગોમાં જઈ તેઓએ કામગીરીનું સર્વેક્ષણ કરી રિપોર્ટ મેળવ્યા હતા.જોકે તે બાદ વાવ તાલુકાના વિવિધ ગામો ની મુલાકાત લીધી હતી.જેમાં ગોલગામ, બુકણા, લોદ્રાણી, નાળોદર સહિત માડકા ની મુલાકાત લીધી હતી.જેમાં વિવિધ કામો જેવા કે આંગણવાડી, ગ્રામ પંચાયત ઘર, વિવિધ વિકાસના કામો, મનનરેગા નો કામોનુંજાત નિરક્ષણ કર્યું હતું.જોકે તે દરમિયાન વાવ ગ્રામપંચાયત ના ડેપ્યુટી સરપંચ અલ્પેશજી રાજપૂતે વાવ માં થયેલા જળ સે નળ ના કામોમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે મૌખિક રજૂઆત કરી હતી.
સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન ડીડીઓએ જણાવ્યું હતું કે આજે વાવ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન તમામ સ્ટાફ હાજર જોવા મળ્યો હતો તેમજ જે હાજર નથી તે પણ ફિલ્ડના કામમાં રોકાયેલો છે. આમ તેઓએ વાવ તાલુકા પંચાયતના સ્ટાફના કામથી સંતોષ વ્યક્ત કર્યો હતો.