બનાસકાંઠા જીલ્લા માં ધાનેરા સહીત લાખણી અને દિયોદરમાં સુજલામ સુફલામમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ પાણી નહિ તો વોટ નહિ ના એવા ગામે ગામમા પોસ્ટર લગાવવા માં આવ્યા છે ત્યારે રાજકીય નેતાઓ ચિતિંત થયા છે. ત્યારે ખેડુત નેતા દોલાભાઈ ખાગડાએ વધુમાં જણાવયુ કે પાણી માટે અમારી લડાઇ વર્ષો થી ચાલી રહી છે પરંતુ સરકાર અને નેતાઓ ખેડૂતો ને વારંવાર ચૂંટણી આવે ત્યારે જૂઠા વાયદા આપી છેતરી ભોળવીને વોટ લઈ ક્યાંયે ગાયબ થઇ જાય છે. એટલે આ વખતે જે નેતાને વોટ જોઈતા હોય તેને પાણી ની સમશ્યા ને કાયમી હલ કરશે તોજ વોટ મળશે ..અત્યારે બેનરો લગાવી ને સરકાર ને જગાડવા નો પ્રયાસ કર્યો છે જો ખેડુતો ને પાણી નહિ મળે તો ચુંટણી નો બહિષકાર તો થશે અને ટુકસમય માં ઉગ્ર આંદોલન પણ થશે અને એની સાથે સાથે કોઈપણ પક્ષ ના નેતાને આ વિસ્તાર મા ધુસવા મળશે નહીં. અને ચૂંટણીનો જાહેર બહિષ્કાર કરવામાં આવશે…