સરહદી બનાસકાંઠા જિલ્લામાં આંખ આવવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લામાં કંજકટીવાઈરસ ના ચેપી રોગ લોકોમાં ઝડપ થી ફેલાઈ રહ્યો છે . લોકો આંખ ના ચેપી રોગ સામે સારવાર કરાવતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે જિલ્લાના દિયોદર વિસ્તારમાં પણ આંખ આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યા છે અને લોકો સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવી રહ્યા છે પરંતુ સરકારી હોસ્પિટલ માં દવાનો જથ્થો ખતમ થઈ જવાના લીધે લોકો દવા લીધા વગર પાછા ફરી રહ્યા છે અને બજારમાંથી મોંઘા ભાવની દવાઓ ખરીદી આંખ ના ચેપી વાયરસ સામે રક્ષણ મેળવી રહ્યા છે. એક બાજુ સરકાર દ્વારા મોટા મોટા ખર્ચાઓ કરી મોંઘી દાવાઓ સરકારી હોસ્પિટલોમાં આપી રહયા છે.
ત્યારે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે આંખોની દવાઓનો જથ્થો ખૂટતાં દર્દીઓને પાછા જવાનો વારો આવ્યો છે. આંખોના દર્દીઓ શાળા કોલેજોમાં વધ્યાની ચિંતા વધી શે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા ચિંતા કરવાની જરૂર છે દુર દુરથી આવતા ગ્રામીણ વિસ્તાર ના દર્દીઓ ને ધરમ ધક્કા ખાવા પડે છે સાથે ખાનગી હોસ્પિટલ ની મોંઘી દવાઓ ખાવાનો વારો આવ્યો છે.
દિયોદર ની સરકારી હોસ્પિટલ માં આંખ ની દવાનો જથ્થો પૂર્ણ થયાને પણ આજે ત્રણ ચાર દિવસ જેટલો સમય થવા આવ્યો છે પણ હજુ સુધી નવીન દવાનો જથ્થો આવ્યો નથી મીડિયા દ્વારા રિયાલિટી ચેકીંગ કરાયુ ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી જાણવા મળ્યું કે અમે અહીંયા આંખ ની દવા લેવા માટે આવ્યા હતા પણ ડોકટરો એવું કહે છે કે તમે હવે ગુરુવારે આવજો.
જયારે આ બાબતે સરકારી હોસ્પિટલ ના ફાર્માસિસ્ટ જોડે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે હોસ્પિટલમાં આંખ ની દવાનો જથ્થો ખતમ થઈ ગયેલ છે અને નવીન દવાના જથ્થા માટે આગળ કીધેલું છે તેવો ઉડાવું જવાબ આપીને છટકી ગયા હતા પણ એ નોહ્તું જણાવ્યું કે દવાનો જથ્થો કયારે આવશે.બીજી તરફ આંખ આવવાના કેસો માં સતત વધારો થતો દિયોદર પંથકના લોકો બહારથી મોંઘા ભાવની દવાઓ ખરીદવા મજબૂર બન્યા છે