બનાસકાંઠા માં અવાર નવાર જન્મેલા બાળક ને છોડી મૂકવાની ધટના ઓ સામે આવે છે અને વધુ એક ધટના ધાનેરા તાલુકા ના જીવના ગામ ની સીમ માં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે આ નવજાત શિશુ અધુરા માસે જન્મેલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે . આ બનાવને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને બાળકને તરછોડી દેનારા સામે ફીટકારની લાગણી વરસાવી રહ્યાં છે.

નવજાત શિશુ મળી આવ્યાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકો એકત્ર થઈ આ જીવિત નવજાત શિશુને કોણ ફેંકી ગયું હોઈ શકે અને આ નવજાત શિશુ ને જન્મ આપનાર જનેતા કુવારી માતા તો નથીને એવી ચર્ચા વચ્ચે નવજાત શિશુને જીવિત હાલતમાં ફેંકી જનાર જનેતા પર લોકો ફિટકાર વરસાવી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી નવજાત શિશુ સારવાર અર્થે તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવને પગલે લોકમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને અરેરાટી ફેલાઈ ગઈ છે.