ગતરોજ 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ધરતી એજ્યુકેશન એકેડમી, લાયન્સ કલબ ઓફ વાવ ડેઝર્ટ, લાયન્સ કલબ ઓફ થરાદ, અને સરકારી હોસ્પિટલ ના સહયોગ થી જાણ જાગૃતિ રેલી અને કઢાવવા માં આવી . આ પ્રસંગે ઉપસ્થિત ડૉ.ભાનુશાલી સાહેબ શ્રી ડૉ. મથુરસાહેબ, ભરત પારેગી (પ્રમુખ લાયન્સ કલબ વાવ) ડૉ. રીતેશભાઈ પ્રજાપતિ( ચામડી નું દવાખાનું) ડૉ વાલાભાઈ પ્રજાપતિ( લાયન્સ કલબ થરાદ પ્રમુખ) વાસીમખાન પઠાણ( ધરતી લેબ) ર્ડો. હિતેન્દ્રભાઈ શ્રીમાળી સાહેબ ( નડેશ્વરી હોસ્પિટલ થરાદ) ર્ડો કુનલભાઈ મલોસણીયા , વિષ્ણુભાઈ , જયશ્રીબેન, મંજુલાબેન, જયદેવભાઈ પંડ્યા, ધરતી એજ્યુકેશન સ્ટાફ પ્રતાપભાઈ વાણીયા, કૈલાશ પારેગી દિપક મણવર, રાજેશ્વરીબેન ભાવસાર (મંત્રી લાયન્સ ક્લબ વાવ) ઉપસ્થિત રહ્યા હતા ..

આ પ્રસંગે ર્ડો.ભનુસાલી સાહેબ , ર્ડો. રીતેશભાઈ પ્રજાપતિ, ડૉ. મેહુલ નાયક, ડૉ. માથુર સાહેબ અને વિષ્ણુભાઈ એઈડ્સ વિશે માહિતી આપી એના ચિહ્નો અને રોગ ને અટકાવવા ના ઉપાયો અને જાગૃતતા માટે માહિતી આપી.
ધરતી એજ્યુકેશન એકેડમી થઈ થરાદ સરકારી હોસ્પિટલ સુધી જાગૃતિ માટે રેલી કઢાવવા માં આવી અને વિધાર્થીઓ દ્વારા જુદી જુદી થીમ પર પોસ્ટર બનાવી લોકો ને જાગૃતિ કર્યા સંદેશો આપ્યો ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં ચાલતા એઇડ્સ વિભાગ ની મુલાકાત કરી અને ચાલુ વર્ષ માં એઇડ્સ ના લીધે મૃત્યુ પામેલ દર્દીઓ ને શ્રદ્ધાંજલિ આપી …..