ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું અધિકારી ઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો છે જાણવા મળતી માહિતી અનુસાર કરોડો રૂપિયા ના ખર્ચે બનતો આ ભારતમાલા રોડ નું કામ ગામડે ગામડે વિવાદો ઉભા કરી રહ્યું છે તો વળી ભારતમાલા રોડ બનતા હોવાથી સરકારે ખેડૂતો પાસે જમીન ખરીદી છે સંપાદન કરેલ જમીન કબ્જો લઈ કામગીરી કરવાની હોય છે ખેડૂત ને જગ્યા ખાલી કરવાનું કહેતા એક બીજા વચ્ચે સંઘર્ષ થયો હોવાનું જાણવા મળ્યું હતું ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બોલા બોલી થતા તીખી ઝડપ પર કરવામાં આવી હતી તો આ સમગ્ર ઘટના ને લઇ બંને પક્ષ ખેડૂત અને અધિકારીઓ સામ સામે ફરિયાદ કરવા વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા
આ સમગ્ર મામલે ખેડૂત શું કહે છે ?

અમારા પ્રતીનીધી એ ખેડૂત સાથે વાતચિત કરી હતી અને જણાવ્યું હતું કે હું કામ કરતા હોઈ,મારો દીકરો ફોન કરતો હોઈ આ મામલે ભારત માલા પ્રોજેક્ટ ના લોકો એ કેમ વિડીઓ ઉતારે છે તેમ કહી માર માર્યો હતો ત્યારબાદ હું છોડવા જતા લાકડી અને ટોમી વડે માર મારતા હું પોલીસ મથકે પહોચ્યું છુ
અધિકારી શું કહે છે ?

ત્યારબાદ અધિકારી સાથે વાતચીત કરતા સુરેશ કુમાર અગ્નિહોત્રી દ્વારા જણાવામાં આવ્યું કે અમારું કામ મોરીખા ગામ ની સાઈડ પર કામ ચાલુ હતું તે બાદ રૂપશી ભાઈ પટેલ નામ ના ખેડૂત અને તેમના છોકરા દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે તેઓ લોકો એ મારા પર કુલહાડી લઈને મારા પર હુમલો કર્યો છે જેથી પોલીસ મથકે કાર્યવાહી કરવામાં આવશે
આમ ખેડૂતો અને ભારત માલા માં કામ કરતા અધિકારીઓ પોલીસ મથકે આવી પહોચ્યા હતા પરંતુ આ મુદ્દે પોલીસ ફરિયાદ ના નોધાતા મુદ્દો ચર્ચા માં રહ્યો છે જો આ મુદ્દે ફરિયાદ થશે તો ક્યારે થશે એ તો જોવાનું રહ્યું