દિયોદર લાયન્સ કલબ પરિવાર અને દિયોદર પોલીસ દ્વારા આજે આદર્શ હાઈસ્કૂલ સર્કલ પર કોરોના ની ત્રીજી લહેર સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવી ના જન્મ દિવસ પર ગત રોજ લાયસન્સ કલબ પરિવાર સાથે દિયોદર પોલીસ દ્વારા આજે રાહદારીઓ અને વાહન ચાલકો ને માસ્ક પહેરાવી કોરોના ત્રીજી લહેર સામે કોવીડ ગાઈડ લાઈન પાલન કરવા જાગૃત કરવામાં આવ્યા હતા સાથે લાયસન્સ કલબ દિયોદર શાખા દ્વારા ચકલી ઘર ભેટ આપ્યા હતા..કોરોના ની ત્રીજી લહેર સામે કોરોના સચેત રહે અને જીવલેણ ભયંકર આ રોગ સામે લોકો માસ્ક પહેરીને બહાર જવા સૂચનો કર્યા હતા..મહત્ત્વનું છે કે દિયોદર લાયન્સ કલબ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ ભાઈ સંઘવીના જન્મ દિવસ પર આજે કોરોના ની ત્રીજી લહેર સામે પોલીસ સાથે લોકો માસ્ક પહેરે એ માટે હાલ કોઈ દંડ આત્મક કાર્યવાહી ના કરતા લોકો મા કોરોના સામે માસ્ક પહેરી રહેવા જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું. આ પ્રસંગે દિયોદરલાયન્સ કલબ પ્રમુખ નરેશ પંચાલ, પ્રદીપ શાહ,જ્યંતિ ભાઈ દોષી, ટ્રાફિક પોલીસ રમેશભાઈ સુથાર, સહિત મહાદેવભાઈ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા, સાથે લાયન્સ કલબ પરિવારના જીગર પઢિયાર, ભરતભાઈ ઠાકોર, આનંદ સુથાર, રાજુ ભાઈ વણકર, ડૉ તેજસ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા લોકોને ચકલી ઘર આપી લોકોને માસ્ક પહેરાવી સરહાનિય કામગીરી હાથ ધરી હતી..