દાંતીવાડા તાલુકાના પાંથાવાડા વાછડાલ જોડે આવેલા ટોલપ્લાઝા માંથી સ્થાનિક લોકોને મુક્તિ આપવાની બાબતને લઈને ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખી સ્થાનિક આજુબાજુના પાંચ કિલોમીટર આવેલા ગામો ને દિવસ દરમિયાન કામ અર્થે અવારનવાર દૂધ ભરાવવા તેમજ પોતાના વાહન લઈને પાંથાવાડા માર્કેટયાર્ડમાં જવાની જરૂરિયાત પડતી હોય છે અને તેમને દિવસમાં ત્રણથી ચાર વાર ટોલપ્રસાર કરી ટોલ ભરવો પડે છે તો પાંથાવાડા,ખીમત વિરોલ, વાછડાલના ખેડૂતો અને રહેવાસીઓને પરવડે તેમ નથી જેના અનુસધાને મુક્તિ આપવાની માંગણી સાથે ધાનેરાના ધારાસભ્યએ ભલામણનો પત્ર લખવામાં આવ્યો હતો..