ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના અવસરે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દાંતીવાડા BSF કેમ્પસ ખાતે બી.એસ.એફ.ની 93 બટાલિયન દ્વારા શહીદ વીર કુંદનસિંહ બિષ્ટની સ્મૃતિમાં નર્સરીનું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ નર્સરીમાં વૃક્ષો વાવી તેનું જતન કરવા તથા વૃક્ષોથી હર્યાભર્યા રાખવા માટે ઉપસ્થિત અધિકારીઓ અને જવાનોએ શપથ લીધા હતા.
BSF શહીદ વીર કુંદનસિંહ બિષ્ટ ૩૦ મે ૧૯૮૪ અને ૫ જૂન- ૧૯૮૪માં પંજાબ ખાતે આતંકવાદીઓના સામના માટે બે વાર નિયુક્ત કરાયેલ સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. તેમણે પંજાબના સુવર્ણ મંદિર પર થયેલા હુમલામાં લડત આપી હતી તે સમયે ગંભીર ઇજાઓ થતાં તેઓ શહીદ થયા હતા. તેમના દેશ માટેના બલિદાન બદલ ભારત સરકારશ્રી દ્વારા મરણોત્તર શૌર્ય માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. તેમની સ્મૃતિમાં દાંતીવાડા BSF કેમ્પસ ખાતે નર્સરી બનાવાઇ છે.