- ધાનેરા નગરપાલિકા ની કેમ એક જ સરકારી હોસ્પિટલ નજરમાં આવી
ધાનેરા નગરપાલિકા વિસ્તારમાંની મોટાભાગની હોસ્પિટલવાળાઓએ ફાયર સેફ્ટી માટે noc લીધી નથી તેમ છતાં તંત્ર મૌન છે જ્યારે એકજ સરકારી હોસ્પિટલને આખરી નોટીસ અને ઓપરેશન થિયેટરને પણ સીલ મારવામાં આવ્યું છે ત્યારે લોકોમાં ચર્ચાતો સવાલ એજ કે.ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે noc ન લીધી હોવાને કારણે હોસ્પિટલના ઓટીને જ કેમ સીલ કરવાની જરૂર પડી તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરાની ખાનગી હોસ્પિટલોમાં જેતે અધિકારીઓ દ્વારા ફાયર noc માટે ફોર્માલિટી કરવામાં આવે છે જ્યારે સરકારી હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સીના હોવાનાં કારણે ધાનેરા નગરપાલિકાના જેતે અધિકારીઓ દ્વારા કોઈપણ જાતનો ટાઈમ આપ્યા વગર ફાયર એન.ઓ.સી બાબતે કડક કાર્યવાહી કેમ કરવામાં આવી છે
હવે ધાનેરા નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં આવતા મોટી હોસ્પિટલો અને મોટી બિલ્ડીંગ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવે તે તો આવનારો સમયજ બતાવશે કે પછી નગરપાલિકા દ્વારા ભીનું સંકેલી મુકવામાં આવશે સરકારી હોસ્પિટલમાં ફાયર noc ન હોવાને કારણે પાલિકા દ્વારા સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરને સીલ કરવામાં આવતા ગરીબ વર્ગના દર્દીઓને જે હાલાકીનો સામનો કરવો પડશે તેની જવાબદારી કોની રહેશે.એકજ સરકારી હોસ્પિટલ સામે કડક કાર્યવાહી અને ઓટી સીલ કરી છે જ્યારે અન્ય હોસ્પિટલો કે જેમણે ફાયર સેફ્ટી માટે noc નથી લીધી એ હોસ્પિટલોને કેમ સીલ કરવામાં આવતી નથી તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે..