બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના માહદેવપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના તળાવમાં અચાનક હજારો માછલીઓના મૃત્યુએ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.ગામલોકોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્રિત થયા હતા. તળાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ તરતી જોવા મળી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે અનેક માછલીઓ ના મોત ને લઇ લોકો માં રોગચાળો ને લઇ ને ફફડાટ ફેલાયો છે. જેને પગલે વહીવટીતંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠવા પામી છે

મહાદેવપુરા ગ્રામ પંચાયતના વહીવટદારે જણાવ્યા મુજબ, માછલીઓના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તળાવમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે જ મૃત માછલીઓના યોગ્ય નિકાલ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

સ્થાનિક તંત્ર દ્વારા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠી છે. અગાઉ પણ ગામના તળાવમાં માછલીઓ મરવાનો બનાવ બન્યો હતો.તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખી શકાય.