સરહદી બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આ ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો બીજી બાજુ રવિ પાક જેવા કે જીરું એરંડા ના પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ના પગલે બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો જેવા વાવ થરાદ ડીસા ધાનેરા સહીત સરહદી પંથક માં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તે દરમિયાન બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો માં અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠા ની સાથે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો હતો જેના કારને ખેતી પાકો ને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ..