બનાસકાંઠા જિલ્લામાં વાહન ઉઠાંતરી ની ગેંગ સક્રિય થઈ છે.એક પછી એક વાહન ચોરી ની ઘટના સામે આવી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેંક સામેથી મોટરસાઇકલ ની ઉઠાંતરી ની ઘટના સામે આવી છે.સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા ગાયત્રી મંદિરની પાછળ રહેતા લવકુમાર છગનલાલ પોપટ કરિયાણી દુકાન ચલાવી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે. લવકુમાર પોપટ પોતાનું મોટરસાઇકલ નંબર GJ-08-BK-0511નું લઈ ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેંક સામે પાર્ક કરી રાજસ્થાન કામ અર્થે ગયેલ અને પરત આવી યુકો બેંક આગળ પાર્ક કરેલ મોટરસાઇકલ નંબર GJ-08-BK-0511વાળું જોવા મળેલ નહિ જે બાદ લવકુમાર પોપટ એ આજુબાજુ તપાસ કરતા મોટરસાઇકલ ની કોઈ ભાળ મળેલ નહિ જે બાદ આજ રોજ લવકુમાર છગનલાલ પોપટ એ ડીસા ઉત્તર પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા ઉત્તર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..