બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજે મેઘરાજા મહેરબાન… જિલ્લામાં મોડી રાત્રે ડીસા, પાલનપુર, અમીરગઢ, ભાભર સહિત અન્ય તાલુકાઓ માં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો માં ખુશી જોવા મળી હતી જો વાત ડીસા તાલુકાની વાત કરીએ તો ભીલડી ખાતે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાની વારો આવ્યો છે તો ડીસા ખાતે કરોડો ના ખર્ચે બને બ્રિજ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંદ કરવાની ફરજ પડી હતી તો હાઇવે ઓથોરીટી દવરા પાણી ભરાયેલ નિકાલ માટે ટિમ કામે લાગેલી હતી, તો ડીસા sdm કચેરી અને તાલુકા પોલીસ મથકની વચ્ચે આવેલ દીવાલ ધરાસાઈ થઈ હતી તો ડીસા બેકરી વ્હોલા મા આવેલ બે કાચા મકાનની દીવાલ પણ ધરાસાઈ થઈ હતી છેલ્લા 24 કલાક માં ડીસા માં 5 ઈંચ કરતા વધુ વરસાદ પડયો હતો.. ડીસા માં મોડી સાંજે પડેલા વરસાદ ના પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જેની જાણ ડીસા નગરપાલિકા ને કરતા ટિમ ઘટના સ્થળે પહોંચી પાણી ન નિકાલ માટે વ્યવસ્થા કરી હતી તો કાચા મકાન પડતા નુકશાન થવા પામેલ પરંતુ કોઈ જાણ હાનિ તળી હતી ..