માડકા યોગ દિવસ ની ઉજવણી કરાઈ

આજે સમગ્ર વિશ્વમાં તા. 21જૂન ના દિવસે યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા શ્રી  એફ. એસ.મહેતા અણુવ્રત પ્રગતિ વિદ્યાલય માડકા ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,આ પ્રસંગે માડકા પગાર કેન્દ્ર શાળા ના બાળકો ,માડકા હાઈસ્કૂલ ના બાળકો , માડકા ગામ યુવા મિત્રો ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી , આ પ્રસંગે વડીલ શ્રી ભગવાન ભાઈ વ્યાસ ,અને વડીલો અને યુવા મિત્રો એ વિદ્યાર્થીમિત્રો સાથે યોગ કર્યા હતા , યોગ ના અંતે તમામ બાળકો ને દાતા ભરત ભાઈ વ્યાસ તરફ થી નાસ્તો આપવામાં આવ્યો હતો , અંદાજે 600 જેટલા બાળકો અને વડીલો એ માડકા હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમ માં ભાગ લીધો હતો ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *