ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો લાગુ છે પરંતુ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગુજરાત લોકલ ક્રાઈમ ટીમ સક્રિય બની દારુ પકડી રહી છે જે અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષક ના માર્ગ દર્શન અનુસાર ગામડે ગામડે રેડ પાડી દારુ પકડી રહ્યા છે જે સંદર્ભે થરાદ પો.સ્ટે. વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા તે દરમિયાન રામપુરા ગામની સીમ માં ચાર રસ્તાથી થોડેદૂરથી એક સ્કોરપિયો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/કાગળના પાઉચ તથા બીયર ટીન/બોટલો ગાડી સહીત મળી કુલ કી .રૂા.૯,૨૮,૬૯૦/- ના મુદ્દામાલ સાથે આરોપી દલીપકુમાર હકરરામભાઈ નાઈ રહે.ઢીમા તા.વાવ જિ.બનાસકાંઠા તેમજ ગોપાલ ઉર્ફે ગોપીયો સ/ઓ પુનમારામ બબશ્નોઈ રહે.સરવાણા તા.સાંચોર જિ.જાલોર તથા આરોપી વિક્સા રાજપૂત ,નરેશ ચોધરી ચલાદર , જથ્થો ભરાવનાર તેમજ લઇજવામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોઈ ચારેય ઈસમો વિરુધ થરાદ પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
