નજીવા વરસાદે અમદાવાદ ની હાલત કફોડી કરી નાખી: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે વાત કરતા જણાવ્યું કે, અમદાવાદમાં વરસાદ પડે ફક્ત બે દિવસ જ થયા છે અને રસ્તા પર ખાડા-ખાબોચિયા થઇ ગયા છે. ઘણા બધા રોડ તો તૂટી પણ ગયા છે. પરંતુ જયારે કોઈ નાગરિક આ ગંભીર મુદ્દા પર સવાલ ઉઠાવે છે તો ના AMC જવાબ આપે છે કે ના સરકાર જવાબ આપે છે.આજે એવી સ્થિતિ છે કે માત્ર થોડા જ વરસાદમાં સમગ્ર અમદાવાદ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે, જે અમદાવાદના લોકો માટે મોટો ખતરો છે. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના કારણે લોકોના વાહનો અનેક જગ્યાએ અટવાઈ પડ્યા છે. વિદ્યુત પુરવઠા માટે વપરાતી ડીપી પણ પાણીમાં ડૂબી ગઈ છે.પંદર વર્ષથી AMC પર ભાજપ કબ્જો કરીને બેઠી છે. સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે. એક વોર્ડ ના 15 વર્ષની વાત કરીયે તો એક-એક હજાર કરોડ રૂપિયા વાપરવા મળ્યા છે. તો આ કરોડો રૂપિયા ગયા ક્યાં? અને સવાલ તો એ જ છે કે આજે પણ ઘણી જગ્યાએ પાણી ભરાય છે. ભ્રષ્ટાચારી ભાજપ સત્તામાં આવી ગઈ છે પરંતુ અમદાવાદ ની જનતાની સલામતી માટે બિલકુલ જાગૃત નથી, તે ખૂબ જ ગંભીર મુદ્દો છે. કરોડો-અબજો રૂપિયાનો ટેક્સ વસૂલ્યા પછી પણ આજે ભ્રષ્ટ ભાજપની મહાનગરપાલિકા અમદાવાદ ની જનતાને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે.આ બધી સમસ્યાઓ માં જો અમદાવાદ ના નાગરિકો બીમારી માં ફસાઈ જશે તો તેનું જવાબદાર કોણ? મચ્છરના લીધે થનાર રોગ માટે જવાબદાર કોણ? આ બધી ચિંતા ઓ ના જવાબ કોણ આપશે? ભ્રષ્ટ ભાજપ એ સાબિત કરી દીધું છે કે અમદાવાદ નું બજેટ ભ્રષ્ટાચાર માં વપરાય છે. એટલે અમારી ભાજપ સરકાર થી અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ બધી વ્યવસ્થા કરવામાં આવે. અને નાગરિકો સાથે થઇ રહેલો અન્યાય રોકવામાં આવે, તેમની સગવડ માટે પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવે. તેમ તેમને આકરા પ્રહારો કર્યા હતા.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version