યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : બનાસકાંઠા (ધ્રુપલ જયસ્વાલ)
સરહદી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખુબ જ નહિવત હોવા ને લીધે લોકો ની સાથે પશુ ને પણ ઘાસચારા ની અછત ઉભી થઇ છે લોકો ને ઘાસચારો મળતો નથી.ત્યારે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા બનાસકાંઠા જિલ્લામાં હાલ ચોમાસુ નહિવત જેવો વરસાદ થયેલ હોઈ ગામડાઓમાં પીવાના પાણી તેમજ ગૌ-શાળા અને રખડતાં પશુઓ માટેના ધાસચારાની અછત પેદા થઈ છે. જેથી પશુઓને જીવાડવા નુ અસહય થઈ ગયેલ છે. તેથી સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરી ગૌ-શાળા તેમજ રખડતાં પશુઓ માટે પીવાના પાણી અને ધાસચારાની વ્યવસ્થા કરવા વિનંતી છે. આમ બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જિલ્લો જાહેર કરી અછતના નિયમો પ્રમાણે પશુઓ માટે ધાસચારો,લોકોને રોજ્ગારી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી વિજય ભાઈ રુપાણી ને પત્ર લખીને માંગ પુરી કરવા વિનંતી કરી છે.