જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ.પો. સબ.ઇન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ એ.એસ.આઈ. નરપતસિંહ ,નરેશભાઈ, દિગ્વિજયસિંહ, મહેશભાઈ, જયપાલસિંહ, દિનેશભાઇ, ઈશ્વરભાઈ, પ્રકાશભાઈ, પ્રવીણભાઈ નાઓ ડીસા રૂરલ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સ્વીફ્ટ ગાડી નંબર GJ12.CD.5589 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવનાર છે જે બાતમી હકીકત આધારે ગોગાડેરી પાસે પકડી ગાડીમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-159 કી.રૂ. 84330/- તથા મોબાઈલ 2 કી. રૂ.6000 તથા ગાડી કી.રૂ.3,00,000/-એમ કુલ મુદ્દામાલ કી.રૂ. 3,90,330/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ ગાડીનો ચાલક વિરારામ સાલુંજી રબારી રહે બાદપુરા સંચોર રાજસ્થાન તથા મહેન્દ્રજી પીરાજી જાતે રાજપૂત રહે ધાખા તા.ધાનેરા વાળાઓ પકડાઈ જઈ બન્ને વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.