સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર વાસ માં ગૌ ચર જમીન હડપ કરવા મામલે વાવ પોલીસ મથકે લેન્ડ ગ્રેબીગ એકટ નો ગુનો નોધવામાં આવ્યો છે જાણવા મળતી માહિતી મુજબ અંદાજીત ૨ વર્ષ અગાઉ ઠાકરસી ખેતાભાઈ રબારી નામના વ્યક્તિએ ગોચરની જામીનમાં દબાણ કરી 7 પાકી દુકાનો બનાવી દેતાં તલાટી વિક્રમભાઈ લેબાભાઈ બોચિયા રેવન્યુ તલાટી વાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે શખ્સ સામે જમીન પચાવી પાડવા મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સ્થળ પર જતા ની સાથે ગેરકાયદેશર બાધકામ ની દુકાન માં ચાલતું વાણીજ્ય હેતુ નું સિંગલ વીજ જોડાણ જોવા મળ્યું હતું જેમાં ભાડુઆતો પાસે થી ભાડું મેળવી ગુન્હો કરેલ હોઈ તેમના વિરુધ ગુનો નોધ્યો હતો ઉલ્લેખનીય છે આ કામ નો તહોમત દાર અગાઉ અન્ય ગુનાઓ માં જેલવાસ ભોગવી રહ્યો છે