ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિયેશન ની ઉવારસદ (ગાંધીનગર) મુકામે કારોબારી ની બેઠક દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજા (રાજભા) ની ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશિયેશન માં પ્રમુખ પદે સર્વાનુંમતે બિન હરીફ વરણી કરવામાં આવી જેમાં રાજ્ય ના ૩૩ જિલ્લા માંથી ૨૭ જિલ્લા પ્રમુખો હાજર રહી સમર્થન આપ્યું હતું. ત્યારબાદ કાંકરેજ એફપીએસ તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ વાઘેલા બનાસકાંઠા ની ગુજરાત રાજ્ય એફપીએસ એસોશિયેશન માં સર્વાનુંમતે ઉપપ્રમુખ તરીકેની નિમણુંક કરવામાં આવી હતી પ્રવિણસિંહ વાઘેલાએ ઓલ ગુજરાત એપીએસ એસોસિએશન સાથે રહી દુકાનદારોના હિત અને અધિકાર માટે નિસ્વાર્થ ભાવે કાયદાની રુએ રહી દુકાનદારોના ઉજળા ભવિષ્ય માટે સંઘર્ષ કરતો રહીશ એવી ખાતરી આપી હતી કાંકરેજ માંથી પસંદગી થતા કાંકરેજ તાલુકા એફપીએસ એસોસિયન તરફથી ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.!