- યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી તાલુકા ઓ માં કોરોના ના કેસો માં ધટાડો થતા ની સાથે લોકો માસ્ક અને સોશિયલ ડીસટન્ટ જાણે ભૂલી ગયા હોય જેવા દ્રશ્યો જોવા મળ્યા જેમાં લોકો કોરોના ને આમંત્રણ આપતા હોય તેમ નજરે જોવા મળ્યા .જેમાં વાવ ના ચાર રસ્તા વાવ થી ભાભર તરફ આવ જા કરતા પ્રાયવેટ વાહનો માં કોરોના ના નિયમો ને નેવે મૂકી વાહનો માં લોકો ને ધેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી રહ્યા છે તો બીજી બાજુ એકલ દોકલ માણસો ને કોરોના નિયમો હેઠળ દંડ ,કેસ કરતા પોલીસ તંત્ર પ્રાયવેટ વાહનો માં કઠેડા પર બેઠેલા પેસેન્જરો નથી દેખાતા ??પોલીસ ની બેદરકારી થી કોરોના મહામારી વકરે તો નવાઈ નહિ .જેથી વાવ તાલુકા ટ્રાફિક પોલીસ ટ્રાફિક ના નિયમો અનુસાર આવા વાહનો ને દંડ ફટકારે જેવી લોક માંગ છે