- યે હૈ ન્યુઝ ઈન્ડિયા : બનાસકાંઠા
સરહદી બનાસકાંઠા ના વડું મથક ગણાતા પાલનપુર માં એક ચોક્વનારી ધટના સામે આવી છે જેમાં તેમના શરીર પર લોખંડ તથા રસોડામાં કામ લાગતી વસ્તુ ઓ ચોટવા લાગતા ધટના પ્રકાશમાં આવી છે .જેમાં શરીરમાં આવેલા આ અચાનક પરિવર્તનથી તેમનો આખો પરિવાર ચિંતામાં આવી ગયો છે. જોકે, આ સત્યઘટના જાણીને તેમના પરિવારની સાથે સાથે તબીબો પણ ચોંકી ગયા છે. પાલનપુર ખાતે રહેતા એક 63 વર્ષીય વ્યક્તિ અચાનક મેગ્નેટ મેન બની ગયા છે એટલે કે તેમના છાતીનો ભાગ લોખંડ, કે સ્ટીલ જેવી વસ્તુઓ ચોંટી જાય છે આ સ્થિતિ જોઇને તેમના પરિવાર સહિત આજુબાજુના લોકો પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે
આપ જોઈ રહ્યા છો તે આ વ્યક્તિ છે નવીન ભાઈ રાવલ, જી હા બનાસકાંઠા ના મુખ્ય મથક પાલનપુર ના નવજીવન( જીવનજ્યોત ) સોસાયટી ખાતે રહેતા નવીનભાઇ રાવલ જેવો ચાર દિવસ અગાઉ પોતાના ઘરે સૂતા હતા તે સમયે તેમના શરીર પર સિક્કા ચોટી ગયા હતા જોકે તે સિક્કા તેઓ ઉખાડવા જતા અચાનક તેમને મેગ્નેટ જેવો અહેસાસ થયો. અને તરત જ સ્થાનિક હોસ્પિટલમાં જઈ આ અંગે ડોક્ટરને જાણ કરી હતી જોકે ડોક્ટર પણ આ સ્થિતિ અને તેમના શરીર મેગ્નેટ જેવુ કઈ રીતે બની ગયું તે અંગે રહસ્ય માની રહ્યા છે
- મેગ્નેટમેન સુ કહેવું છે
જો કે નવીનભાઈ રાવલે વેક્સીનના બંને ડોઝ પણ લીધા છે તેમના સ્વજનોને કહેવું છે કે વેક્સીનના કારણે આ પ્રકારની કોઇ પરિસ્થિતિ થઈ નથી. પરંતુ જે પ્રકારે તેમના શરીરમાં મેગ્નેટ પાવર રહ્યું છે તેને લઈને તેમના સ્વજનો પણ ચિંતામાં છે. મેડિકલ તપાસ માટે તેઓ આગામી સમયમાં મહાનગરોમાં જે આખરે તેમના શરીરમાં એવી તે શુ પ્રક્રિયા કરી કે તેના કારણે તેમને મેગ્નેટિક પાવર વધે છે અને તેના કારણે તેમના શરીરને વસ્તુઓ શોધી રહી છે. તેની તપાસ કરવા માટે તેઓ પ્રયત્ન કરશે