સરહદી બનાસકાંઠા ના વાવ સુઈગામ હાઈવે પર રાત્રી ના દરમિયાન અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ વાવ ના ખીમાણા પાદર અને ખીમાણા વાસ ની સીમ માં ખેતર માં ભાગિયા તરીકે નાગજીભાઈ આણંદાભાઈ ભીલ ખેત મજુરી કરતા હતા . જેઓ વાવ થી પોતાના ધરે બાઈક પર સવાર જઈ રહ્યા હતા તે સમયે આખલો આવી જતા બાઈક સ્લીપ ખાઈ જતા ધટના ના પગલે ખેતરો માંથી લોકો રોડ પર આવી પહોચી ઈજાગ્રસ્ત ને ૧૦૮ મારફત વાવ ની રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં તેને ડોકટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો .આમ રખડતા ઢોરો ને લઇ ને વારવાર અકસ્માત થતા નજરે જોવા મળી રહ્યા છે જેથી લાગતા વળગતા તંત્ર આ રખડતા ઢોરો ની વ્યવસ્થા કરવામાં આવે તો આવા અક્શ્માત કેશો માં ધટાડો થઇ શકે છે