યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
કોરોના રસીકરણ સમગ્ર ભારત માં ત્રીજા તબક્કા માં બનાસકાંઠા સાંસદશ્રી પરબતભાઇ પટેલે થરાદ સરકારી હોસ્પીટલમાં રસી મુકાવ.સમગ્ર દેશમાં તા. ૧ લી માર્ચ- ૨૦૨૧ થી કોવિડ-૧૯ રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયનાં તેમજ ૪૫ થી ૪૯ વર્ષ સુધીના બિમારીવાળા લોકોને રસી આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આશરે બે લાખ થી વધુ લોકોને આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો અંદાજ છે ત્યારે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે થરાદ મુકામે સરકારી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પીટલમાં જઇ કોરોનાની રસી મુકાવી હતી. સાંસદશ્રી પરબતભાઇ પટેલે કોરોના રસી મુકાવ્યા બાદ જણાવ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિલ્હી AIIMS હોસ્પીટલમાં જઇ કોરોનાની રસી મુકાવી સમગ્ર દેશના લોકોને સંદેશ આપ્યો છે કે આત્મનિર્ભર ભારતમાં બનેલી આપણી સ્વદેશી રસી સંપૂર્ણ સુરક્ષિત છે ત્યારે કોઇપણ લોકોની વાતો કે અફવાઓમાં આવ્યા . સિવાય સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં આ રસી આપવામાં આવે છે તે રસી લઇ આપણી જાત અને પરિવારને કોરોનાથી સુરક્ષિત અને સલામત રાખીએ. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે, સરકારી હોસ્પીટલોમાં સરકાર દ્વારા વિનામૂલ્ય કોરોનાની રસી આપવામાં આવે છે ત્યારે આ રસી લઇ તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રવનું નિર્માણ કરીએ.