જુના ડીસા પ્રાથમિક શાળા નં 4 ના કમ્પાઉન્ડમાં નવી બિલ્ડીંગનો કાટમાળ દુર ના કરાતાં નાના બાળકો મુશ્કેલીમાં મુકાયા છે ..છેલ્લા કેટલાક સમયથી વહીવટીતંત્ર ની અનેક ઘોર બેદરકારી બહાર આવતી હોય છે જેને લઇને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ પ્રાથમિક શાળા નં 4 માં સરકાર દ્વારા શાળાનું નવું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું છે જેમા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત બનાવેલ નવી શાળામાં કોન્ટ્રાકટર ને કામગીરી કરવામાં આવી છે પરંતુ શાળાની બિલ્ડીંગ ની કામગીરી પુર્ણ થવા પામી છે છતાં હજુસુધી કાટમાળ દુર કરવામા આવેલ નથી જ્યારે સરકાર શ્રી દ્વારા પ્રાથમિક શાળાઓ ચાલું કરવામાં આવી છે ત્યારે જુના ડીસા પ્રાથમિક શાળામાં જુની શાળામાં અભ્યાસ કરવા આવતાં બાળકોને કાટમાળ ઉપર થી ચાલી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે
શાળાના આચાર્ય દ્વારા વારંવાર કોન્ટ્રાકટરને ટેલિફોનીક જાણ કરી કાટમાળ દુર કરવા જણાવ્યું હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા પોતાની મનમાની ચલાવી રહ્યા છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો ને કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કૌન’ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે સમગ્ર મામલે તાલુકા શિક્ષણ અઘિકારીને જાણ કરાતાં શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાટમાળ દુર કરવાની કોન્ટ્રાકટર ને સુચનાઓ આપવામાં આવે છે ત્યારે હવે જોવાનું રહ્યું કે કોન્ટ્રાકટર દ્વારા શાળાનાં મુખ્ય પ્રવેશદ્વાર પર પડેલ કાટમાળ કયારે દુર કરાશે પછી હોતી હૈ ચલતી હૈ ની નીતી અપનાવશે..