ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે તમાકુ નિષેધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે નાના અને મોટા સૌ કોઈ દિવસે ને દિવસે મોટા મોટા વ્યસનો તરફ ધકેલાઈ રહ્યા છે ખાસ કરીને આજે નાની ઉંમરના બાળકો સૌથી વધુ વ્યસન તરફ જોવા મળી રહ્યા છે ત્યારે આ વ્યસન થી લોકો દૂર રહે તે માટે ડીસા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ શાળાઓમાં વ્યસન મુક્તિ વક્તૃત્વ સ્પર્ધા દ્વારા બાળકો અને લોકો માં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને શાળાઓ ની આજુબાજુ ગુટખાનું વેચાણ કરતા દુકાનદારો સામે પણ હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે આવનારા સમયમાં શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વ્યસન તરફ ધકેલાય નહીં ત્યારે આજે ડીસાની મોર્ડન સ્કૂલ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ સમાજને તમાકુના વ્યસનથી મુક્ત કરવા માટેની તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના પરિવારના સભ્યો વ્યસનથી દૂર રહે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડો. મંજીત રાવ મેડિકલ ઓફિસર, હરિસિંહ જી ચૌહાણ સુપરવાઈઝર, દલ્પેશભાઈ સાણોદારીયા સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
મહાવીર શાહ :ડીસા