- સરહદી સુઈગામ તાલુકાના ડાભી અને ડુંગળા ગામને જોડતો પાકો ઙાંમર રોડ આસરે સાડા ચાર કિલોમીટર જેટલુ અંતર ધરાવે છે
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :સુઈગામ
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની બંને સાઇડમાં ગાંડા બાવળોના સમ્રાજ્યથી વાહન ચાલકો અને પ્રજાજનો પરેશાન ! માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં! ડાભી ગામથી ડુંગળા ગામને જોડતો રાહદારી પાકો ડાંમર રોડ છે આસરે સાડા ચાર કિલોમીટર જેટલુ અંતર ધરાવે છે રોડની બંને સાઇડમાં ગાંડા બાવળોનુ સામ્રાજય એટલી હદે વધી રહ્યું છે કે ગાંડા બાવળ પાકા ડાંમર રોડ ઉપર આવી ગયા હોવાથી વાહનચાલકોને સામેથી આવતા વાહનને સાઈડ આપવા જતાં અકસ્માત સર્જાવાની ભીતી સેવાઈ રહી છે,વાહન ચાલકો પોતાનુ વાહન ચલાવી રહ્યા હોય ત્યારે સામેથી આવતુ વાહન રોડની સામાન્ય ગોળાઈમાં પણ ગાંડા બાવળોના લીધે અકસ્માત સર્જે તેવો ડર સતાવી રહ્યો છે, એક બાજુ ગાંડા બાવળનુ સામ્રાજય અને બીજી બાજુ રોડની સાઇડમાં ખાડા અને રોડ બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસામાં વરસદી માહોલમાં ડાભી અને ડુગળા રોડ પર વાહન અકસ્માતની અઘટિત ઘટના ના ઘટે તે માટે મિડીયાના માધ્યમથી ડાભી ગ્રામપંચાયત સરપંચ શ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ તંત્ર ના જવાબદાર અધિકારીઓ દાવા વહેલી તકે ડાભી અને ડુંગળા રોડની બંને સાઇડમાં ના ગાંડા બાવળોનુ કટીંગ કરાવાનુ કામ યુધ્ધના ધોરણે ચાલુ કરાવામાં આવે અને સાથે રોડની સાઈડોમાં ખાડા હોય તેને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવામાં આવે જેવી સરપંચ સહીત લોકો ની માંગ છે ..