સરહદી બનાસકાંઠા માં ઉનાળા ની કાળજાળ ગરમી માં છેવાડા સુધી પાણી ના પહોંચતા પશુ પંખી સહિત માણસો ને રઝળ પાટ કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન મીટીંગ યોજાઈ હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતાઓ પાણી ના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી જે મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા પાણી ની ગેરકાયદેસર ચોરી કરતા તત્વો સામે ફોજદારી ગુન્હો નોંધવાના આદેશ અપાયા હતા .જે અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે એકશન લઈ કેટલાય ગેરકાયદેસર કનેક્શન ઝડપી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુન્હો નોંધવામાં આવ્યો હતો .મળતી માહિતી અનુસાર દેવપુરા થી વાવ ની 27કરોડ ના ખર્ચે નાખવામાં આવેલ ms પાઇપલાઇન માં મોરિખા વિસ્તાર ના કોઈ એક રાજકીય નેતા એ પાણી ની પાઇપલાઇન માં થી ગેરકાયદેસર પાણી લાઇન મેળવી પોતાના ખેતર માં બાગાયતી ખેતી કરતો હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે .ઉલ્લેખનીય છે કે આ નેતા પાણી અને દૂધ ચોરવા માં પાવરધો હોવાનું છેડચોક ચર્ચાઈ રહ્યું છે જોકે દરવાજા સુધી પહોંચી વહીવટી તંત્ર ને ધાક ધમકી તેમજ બદલી કરાવવા ની ધમકી ઓ આપી હોવાનું લોક મુખે માલુમ પડ્યું છે જેથી જિલ્લા કલેકટર આનંદ પટેલ વાવ ના મોરોખા ગામની મુલાકાત લઈ વગધારી નેતા ની શાન ઠેકાણે લાવી ગેરકાયદેસર કનેક્શન કપાવી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુહો નોધે તેવી વાવ તાલુકા ની જનતા ની લોક માંગ છે