બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ગ્રામીણ વિસ્તાર ના એક ગામ માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ની ધટના સામે આવી છે થરાદ તાલુકાના એક ગામનો શ્રમજીવી પરિવાર ખેતરમાં ભાગીયા તરીકે રહે છે. જેમનો છ વર્ષનો પુત્ર ગામની શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. જે મંગળવારના રોજ શાળામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. આ વખતે ગામનો જ મુકેશભાઇ પાબુભાઇ માજીરાણા નામના હવસખોર તેની પાસે આવીને 10 રૂપિયા આપી તેને ફોસલાવીને બપોરના સુમારે શાળાની પાછળ આવેલ બોરની ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.આ અંગે પરિવારને જાણ થતાં થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માસુમ બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય થવાના કારણે તેની તબીયત પણ લથડવા પામી હતી. સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવતાં ચોમેર થી લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે