ડીસામાં આજે જી જી માળી સંકુલ ખાતે ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ની ખાસ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકરો, તાલુકા પંચાયતના ડેલિગેટ, સરપંચો, પાલિકાના કોર્પોરેટરો, જનસંઘના કાર્યકરો સહિત 500 થી વધુ ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.. આ કાર્યક્રમમા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમનો વધુમાં વધુ પ્રચાર કરવા માટેની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી..આ બેઠકમાં આગામી સમયની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા કાર્યો લોકો સુધી પહોંચે અને ભાજપ શાસનમાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવા માટેની તમામ રણનીતિ વિષે ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ કાર્યક્રમમાં ડીસા ભાજપ માં ચાલી રહેલા આંતરિક વિખવાદ પણ ચરમ સપાટીએ જોવા મળ્યો હતો અને કેટલાક આગેવાનોએ કટાક્ષ માં અને કહેવત માં કહી આવનાર વિધાનસભા ની ચૂંટણી માં ડીસા બેઠક પર પણ પરિવર્તન લાવવાની જોરશોરથી વાત કરી હતી. આજે યોજાયેલી આ બેઠકમાં ખાસ આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ પણ ચર્ચા વિચારણા કરવામાં આવે તે ખાસ કરીને ડીસાની બેઠક એ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી બેઠક માનવામાં આવે છે અને આ બેઠકની નજર સૌ કોઈ પર હોય છે ત્યારે આવનારા સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ડીસા બેઠક પરથી ભાજપનો ભગવો લહેરાય તે માટે કાર્યકર્તાઓ દ્વારા ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તે ઉપરાંત વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક બુથમાં ભાજપમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે પણ આગેવાનો દ્વારા અપીલ કરાઈ હતી