- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :બનાસકાંઠા
ડીસામાં પ્રજા પણ ચાલી નેતાઓની રાહ પર : 300 જેટલી મહીલાઓએ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે ગુજરાતીમાં એક કહેવત છે કે, “જેવા રાજા તેવી પ્રજા” મતલબ કે સામાન્ય પ્રજા તેમના લીડર(નેતાઓ)થી ઘણું બધું સીખતી હોય છે. તેઓ પોતે સન્માનિત હોદ્દા પર હોઇ પ્રજા તેમને જોઈ તેમની રાહે ચાલતી હોય છે.ત્યારે હાલમાં ચાલી રહેલ ભયંકર કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા છે, કેટલાય લોકોએ પોતાના વ્યાપાર-ધંધા તથા નોકરીઓ ગુમાવ્યા છે. તેવામાં સોસિયલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને જ જાહેરમાં નીકળવું, વગેરે જેવા નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ ના આવા બધા નિયમો તો ફક્ત સામાન્ય પ્રજા માટે હોઇ તેમ નેતાઓ બેફામ તેવા નિયમોનો ઉલંધન કરતા ઘણી વાર જોવા મળે તેવામાં પ્રજા પણ તેમની પાસેથી હવે એવું જ સીખવા લાગી છે.ત્યારે બનાસકાંઠા જીલ્લાા ડીસા શહેરમાં આવેલ એક મંદિરમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડતા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગુરૂવારે વટ સાવિત્રી વ્રતની ઉજવણી પ્રસંગે 300 જેટલી મહીલાઓનું ટોળુ ભેગું થર્તા કોરોના નિયમોનો ભંગ કરાયો હતો અને માસ્ક કે સોશિયલ ડીસ્ટન્સ વગર વ્રતની ઉજવણી કરી હતી. જોકે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં નેતાઓએ કોરોનામાં માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હતા અને બેફામ રાજકીય મેળાવડા કરી નિયમોનું ઉલ્લંઘન કરતા હતા તેવામાં જેથી વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે નેતાઓની ટેવ 300થી વધુ મહીલાઓને શિખવી છે.છેલ્લા સવા વર્ષથી કોરોના મહામારી ચાલી રહી હોવા છતાં પણ બનાસકંઠા જીલ્લામાં અનેકો વાર અને અવાર-નવાર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા અને માસ્ક વગર ટોળેટોળા થઇ જતાં હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જીલ્લાના ડીસામાં આવેલ ત્રણ હનુમાન મંદિર ખાતે પણ ગુરૂવારે વટ સાવિત્રી વ્રતની ઉજવણી નિમિત્તે મહીલાઓના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા