બનાસકાંઠા જીલ્લા ના વડગામ તાલુકા ના બસુ ગામમાં ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ દરમીયાન કરવેરા ની ખોટી પાવતીઓ બનાવી ને ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું.જેમાં મળતી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ દરમીયાન કરવેરા ની ખોટી પાવતીઓ બનાવી ઉચાપત કરી હતી.કુલ રૂ. ૧૯,૫૪,૬૦૪ ની ઉચાપત માં વડગામ તાલુકા વિકાસ અધિકારી એ છાપી પોલીસ મથકે ફરિયાદ આપતા બસુ ગામના તત્કાલીન તલાટી વિજય ચૌધરી અને સરપંચ મૌફિક ચૌધરી ના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.જોકે ભ્રષ્ટાચારના મામલે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા જીલ્લા માં ચકચાર મચી છે.ત્યારે પોલીસે ફરિયાદ ના આધારે સઘન તપાસ હાથ ધરી છે. હવે એ જોવું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તલાટી અને સરપંચ સામે કેવા પગલાં ભરવામાં આવશે એ જોવું રહ્યું