શાળા, કોલેજના વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવતા વાહન સંચાલકો સ્કુલવાનમાં પાસીંગ સિવાયના વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકશે નહી બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા/ કોલેજ/ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ભય અને અસલામતીને દુર કરવા તથા વિદ્યાર્થી/ વિદ્યાર્થીઓના અપહરણ, છેડતીના બનાવો બનતા અટકાવવા સારૂ જાહેરજનતાના હિતાર્થે ખાનગી વાહનોમાં આવતા જતા વિદ્યાર્થી/ વિદ્યાર્થીઓના તથા સ્કુલવર્ધીમાં ચાલતા વાહનના ડ્રાઈવર/ કલીનરની વિગતો તથા વાહનની વિગતો રાખવા સારૂ બહાર પાડવા ધારેલા પ્રાથમિક/ હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પ્રાથમિક જાહેરનામું ગુજરાત સરકારશ્રીના ગેઝેટમાં પ્રસિધ્ધ થયા તારીખથી દિન -૩૦ (ત્રીસ દિવસ) ની અંદર કોઈપણ વ્યકિત તરફથી વાંધા સુચનો જિલ્લા મેજીસ્ટ્રેટને લેખીતમાં મોકલવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે. શ્રી આનંદ પટેલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ ના મુંબઈના ૨૨ માંની) કલમ ૩૩ ની પેટા કલમ ૧ (બી) હેઠળ મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળના વિસ્તારની અંદર આવેલ શાળા/ કોલેજ/ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ જવી તથા લાવવાનું કામ કરતાં વાહન કાર્યવાહી કરવામાં આવશે
શાળા, કોલેજના વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવતા વાહન સંચાલકો સ્કુલવાનમાં પાસીંગ સિવાયના વધુ વિદ્યાર્થીઓને બેસાડી શકશે નહી
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
