Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી ભીખાજી વૈઝિયાએ “વાવની વિકાસ યાત્રા” નામે જનતાને વિકાસના મુદ્દાઓ સાથે સંબોધન કર્યું છે. તેમણે વાવ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના વચનો આપ્યા છે.

હરિસિંહજી વૈઝિયાએ જણાવ્યું કે, જો જનતા તેમને આશીર્વાદ આપશે તો વાવમાં સારી રોડ વ્યવસ્થા, પીવાનું શુદ્ધ પાણી, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ તેમજ ગામ વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે જ સીમાડાને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારને વધુ સુવિધા મળશે.તેમણે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક શાસન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ગટર વ્યવસ્થાનું કાયમી નિરાકરણ લાવવા માટે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવશે.વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય, 24 કલાક હેલ્પલાઈન નંબર, ડોર ટુ ડોર કચરા નિકાલ માટે આધુનિક વ્યવસ્થા, તેમજ શહેરમાં શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી ઉપલબ્ધ થાય તેવી યોજના પણ જાહેર કરવામાં આવી છે.વધુમાં સિનિયર સિટીઝન પાર્ક, બાલ વાટિકા, ધાર્મિક સ્થળોને પર્યટન સ્થળ સમાન વિકાસ, નાના વેપારીઓ માટે પ્રાથમિક સુવિધાઓ તથા ખેડૂતોને ખાતર અને રેવન્યુ વહીવટમાં સરળતા મળે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપવામાં આવી છે.હરિસિંહજી વૈઝિયાએ જણાવ્યું કે, આ ચૂંટણી માત્ર ઉમેદવાર પસંદ કરવાની નથી પરંતુ વાવનું ભવિષ્ય નક્કી કરવાની ચૂંટણી છે. તેમણે મતદારોને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે તેમને મત આપી વિજયી બનાવવાની અપીલ કરી છે.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...
राजनीति • दिसम्बर 6, 2025

થરાદ રેફરલ હોસ્પિટલ પાસે બાબા સાહેબની પ્રતિમાને મહાપરિનિર્વાણ દિને પુષ્પાંજલિ અર્પણ

વાવ થરાદ જિલ્લાના થરાદ રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: