વડોદરાના ચા વેચનારના પુત્રએ ચેન્નાઈમાં યોજાયેલી કિક બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ જીત બાદ તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરીને દેશ અને પરિવારનું નામ રોશન કરવા માંગે છે. વડોદરાના એક સામાન્ય પરિવારમાંથી આવતા ૨૨ વર્ષના ઓમકાર ભાલઘરેની, કે જેમણે તમિલનાડુના ચેન્નૈઇમાં દરમિયાન યોજાયેલી ‘વાકો ઈન્ડિયા નેશનલ કિક બોક્સિંગ ટુર્નામેન્ટ-૨૦૨૨’ (સિનિયર્સ અને માસ્ટર્સ) માં સુવર્ણ ચંદ્રક જીતીને તેમના પરિવાર સહિત વડોદરા અને સમગ્ર ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેર્યું છે.આ મહાઆયોજનમાં પેરા ફોર્સ સહિત ૩૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૧૫૦૦ પુરૂષ અને સ્ત્રીઓ બંને એથ્લેટ્સ સામેલ હતા. જેમાં ગુજરાતના કિક બોક્સિંગ એસોસિએશનના કુલ ૧૧ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અને સામૂહિક રીતે ૧૨ મેડલ જીત્યા હતા. આ ટુર્નામેન્ટમાં ઓમકારે હરિયાણાના ખેલાડીને હરાવીને લાઇટ કોન્ટેક્ટ માઈનસ ૬૩ કિ.ગ્રા.માં ગોલ્ડ જીત્યો હતો. પોતાની સફળતાથી ગર્વ અને આનંદની લાગણી અનુભવતા ઓમકાર ભાલઘરેએ જણાવ્યું કે, ‘આ મારો પહેલો રાષ્ટ્રીય ચંદ્રક છે અને મારા માટે આ જીત અત્યંત વિશેષ છે. આ સફળતા મને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ માટે સખત પ્રેક્ટિસ કરવાનો આત્મવિશ્વાસ આપશે.ઓમકાર છોટાઉદેપુરની સરકારી કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરી રહ્યો છે. તે મુખ્યત્વે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉજ્જવળ સફળતાઓ દ્વારા તેના પિતાને સુખમય નિવૃત્ત જીવન આપવા માંગે છે. હજુ પણ ઓમકાર તેમના પિતાને ચાની લારી ચલાવવામાં મદદ કરે છે અને સમયનું યોગ્ય સંચાલન કરીને કિકબોક્સિંગનો અભ્યાસ અને પ્રેક્ટિસ પણ કરે છે.
વડોદરામાં ચાની લારી ચલાવનારના પુત્રએ ચેન્નાઈમાં કિક બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
Related News Stories
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
