Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાનાં બાઈવાડા ગામમાં જમીનની તકરારમાં સર્જાયેલી હિંસક અથડામણમાં બે લોકોની હત્યા થઈ,ત્રણ લોકો ને ગંભીર ઇજાઓ

ડીસા તાલુકાનાં બાઈવાડા ગામમાં જમીનની તકરારમાં સર્જાયેલી હિંસક અથડામણમાં બે લોકોની હત્યા થઈ છે.. જ્યારે ત્રણ જણાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમણે સારવાર આપવામાં આવી રહી છે.. આ અંગે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જર, જમીન અને જોરુ ત્રણેય કજિયાના છોરું… આ એક પ્રાચીન કહેવત છે અને આ કહેવત બનાસકાંઠા જિલ્લાના બાઈવાડા ગામમાં સાર્થક થઈ છે.. બાઈવાડા ગામમાં જમીન બાબતે સર્જાયેલી તકરારમાં બે લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.. જ્યારે ત્રણ જણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.. બાઈવાડા ગામમાં રહેતા નગાભાઈ માજીરાણાનો પરિવાર રહે છે અને ગઇકાલે તેમના જ ગામના મહેશભાઇ માજીરાણાના પરિવાર સાથે જમીન બાબતે તકરાર થઈ હતી.. પરંતુ ગઇકાલે થયેલી તકરાર શાંત પડી ગઈ હતી.. અને આજે નગાભાઈના પરિવારનો હરજી માજીરાણા કે જે ફૌજી તરીકે ફરજ બજાવે છે. તે આજે સવારે રજા પર ઘરે આવતા આ ઘટનાની જાણ થતાં ઉશ્કેરાઈ ગયો હતો.. અને તેમના જ ગામના મહેશભાઇ માજીરાણાના પરિવાર પર ફૌજી હરજી માજીરાણા સાથે ભેમજી માજીરાણા, ભરત માજીરાણા અને નગાજી માજીરાણા ચપ્પા વડે હુમલો કરી દીધો હતો.. આ હુમલામાં મહેશભાઇના પુત્ર ચેલજી માજીરાણા અને તેમની પુત્રવધૂ શારદા માજીરાણાને ગંભીર ઇજાઑ પહોંચતા આ બંનેએ ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો.. જ્યારે મહેશભાઇ સહિત તેમના પરિવારના મહાવીર ચેલજી માજીરના અને અનીતાબેન મહેશભાઇ માજીરાણાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ડીસા ખસેડાયા હતા.. જ્યાં આ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાના લીધે વધુ સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.. આ ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે… અને મૃતકોના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે લાવીને પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે..

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: