Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

કાંકરેજના કંબોઈમાં ટ્રેક્ટર ચાલક સ્ટેરીંગ કાબુ ગુમાવતા અકસ્માત,બે ના મોત…

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે અચાનક બાઈક ચાલક વચ્ચે આવતા બચાવવા જતા ભરેલ ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ ઉપરનું કાબુ ગુમાવતા એ ટ્રેક્ટર પીકઅપ સ્ટેન્ડ માં ઘૂસી જતા અંદર બેઠેલ બે યુવકોને ચગદાઈ ગયા હતા જેમાં કરુણ મોત નીપજ્યા હતા અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી કંબોઈ ગામના પીકપ સ્ટેન્ડ પાસે દુદાસણ તરફથી રેતી ભરીને આવી રહેલ ટ્રેક્ટર નંબર gj 18 s 33 66 ના ચાલકે માર્ગમાં અચાનક બાઈક ચાલકને બચાવવા જતા સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો તેથી ટ્રેક્ટરનો પીક અપ સ્ટેન્ડમાં ઘૂસી ગયું હતું અંદર બેઠેલા બે યુવકને ટક્કર મારતા બેના મોત થયા હતાઅકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામ કરી કરી બંને યુવકને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને નાસી ગયો હતો અને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવીને બંને મૃત્દેહ ને શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા. આ અંગે વિક્રમસિંહ બલદેવસિંહ સોલંકી શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી એક જ કુટુંબના યુવકોનું અકસ્માતમાં મોત થતા કંબોઈ ગામ માં શોકનો માહોલ સર્જાયો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: