Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

પ્રધાનમંત્રીએ 39મી પ્રગતિ ઇન્ટરેક્શનની અધ્યક્ષતા કરી

PIB :અમદાવાદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 39મી આવૃત્તિની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમાવિષ્ટ કરતું પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.બેઠકમાં આઠ પ્રોજેક્ટ અને એક યોજના સહિત નવ એજન્ડાની આઇટમ સમીક્ષા માટે લેવામાં આવી હતી. આઠ પ્રોજેક્ટ પૈકી, ત્રણ પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના હતા, એક-એક પ્રોજેક્ટ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય અને પાવર મંત્રાલયના હતા અને એક પ્રોજેક્ટ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનો હતો. લગભગ રૂ. 20,000 કરોડનો સંચિત ખર્ચ ધરાવતા આ આઠ પ્રોજેક્ટ, સાત રાજ્યો જેવા કે, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સંબંધિત છે. ખર્ચમાં વધારો ટાળવા માટે પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.

વાતચીત દરમિયાન પ્રધાનમંત્રીએ પોષણ અભિયાનની પણ સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે પોષણ અભિયાનને દરેક રાજ્યમાં સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મિશન મોડમાં લાગુ કરવું જોઈએ. તેમણે સ્વ-સહાય જૂથો (SHGs) અને અન્ય સ્થાનિક સંસ્થાઓની ભાગીદારી વિશે પણ વાત કરી હતી જેમાં પાયાના સ્તરે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે જાગૃતિ લાવવામાં મદદ મળશે, જે અભિયાનની પહોંચ અને તેને વધારવામાં મદદ કરશેપ્રગતિ બેઠકોની 38 આવૃત્તિઓ સુધી, 303 પ્રોજેક્ટ્સ કે જેની કુલ કિંમત રૂ. 14.64 લાખ કરોડ છે તેની સમીક્ષા કરવામાં આવી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: