Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ગુજરાત માહિતી ખાતાનો નવો ભગો રાજીનામુ મંજૂર કર્યું છતાં અધિકારીને હાઇકોર્ટની નોટિસ મોકલી

તાજેતરમાં થયેલી ભરતીમાં ભાંગરા વાટી રાજ્ય સરકારનું નાક કપાવનારા માહિતી ખાતાએ ફરી વખત ભગો વાળ્યો છે. આ ભરતીમાં પસંદ થયેલા એક ઉમેદવારે નોકરી ઉપર હાજર થયા બાદ આપેલું રાજીનામુ સ્વીકારાઇ ગયા પછી પણ હાઇકોર્ટની નોટિસ મોકલી છે.રાજકોટના એક ઉમેદવારને ગિરસોમનાથ ખાતે પોસ્ટિંગ અપાયું હતું. પારિવારિક કારણોસર આ ઉમેદવારને રાજકોટ નોકરી કરવી હતી. માહિતી અને પ્રસારણ વિભાગે આ વિનંતી માન્ય ના રાખતા ઉમેદવારે નિયત રકમના બોંડ ભરી રાજીનામુ આપ્યું હતું. તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હતું અને જરૂરી આદેશ કરી દેવામાં આવ્યા હતા. હવે આ દરમિયાન ભરતીમાં પ્રમોશનનો રેશિયો ના જાળવવાની બાબતમાં હાઇકોર્ટેમાં અરજી થઇ છે. આ કેસમાં બહુ પહેલા હાઇકોર્ટ ભરતી પ્રક્રીયા આ કેસના ચુકાદાના આધીન રહેશે, એવો આદેશ કર્યો હતો. પરંતુ માહિતી અને પ્રસારણ ખાતાએ કોઇ બદઇરાદાથી હાઇકોર્ટના આદેશનો નિમણૂંકમાં ઉલ્લેખ કર્યો હતો. તેની સામે હાઇકોર્ટે ઝાટકણી કાઢતા પસંદ થયેલા તમામ ઉમેદવારોને આ બાબતની જાણ કરવા ખાતાને કહ્યું હતું.માહિતી અને પ્રસારણ ખાતાએ ભરતી પ્રકરણની આ નોટિસની જાણ ઉમેદવારોને શરૂ કરવાનું કર્યું તેમાં નોકરી છોડી દેનારા ઉક્ત ઉમેદવારને પણ નોટિસ આપી દીધી. હવે આ તકનો લાભ લઇ ઉમેદવારે માહિતી નિયામકને એક મેઇલ કરી એવી માંગણી કરી છે આ નોટિસ મને મળી છે અને એનો મતલબ કે હું હજું નોકરીમાં છું. એટલે મારૂ રાજીનામુ ના મંજૂર કરવામાં આવે.  માહિતી અને પ્રસારણ ખાતુ આ મેઇલ મળતા ક્ષોભમાં મૂકાયું છે. રાજીનામું મંજૂર થઇ ગયા બાદ પણ આ ઉમેદવારને પાછલા બારણે ફરી ખાતામાં ઘુસાડવાની પેરવી થઇ રહી છે
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: