Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

કોરોના વેક્સિન અંગે સારા સમાચાર આગામી મહિનાથી ભારતમાં પણ વેક્સિનેશન શરૂ થશે

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં પોતાની વેક્સિન કોવીશીલ્ડના અંતિમ તબક્કાના તબીબી પરીક્ષણના ડેટા નિયમનકારી સંસ્થાને સોંપી દેશે. જો આ ડેટા સંતોષજનક રહેશે તો કોવીશીલ્ડને જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઈમર્જન્સી મંજૂરી મળી શકે છે. એટલે કે જાન્યુઆરીથી વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ વેક્સિનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ ફર્મ એસ્ટ્રાજેનેકા સાથે મળી તૈયાર કરી રહ્યા છે.

મીડિયા અહેવાલ પ્રમાણે SII આગામી દસ દિવસમાં અંતિમ ડેટા રેગ્યુલેટરને સોંપશે. હકીકતમાં ગયા સપ્તાહે જ ડ્રગ રેગ્યુલેટર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની બેઠક યોજાઈ હતી. તેમા કોવીશીલ્ડ સાથે જ ભારત બાયોટેકની કોવેક્સિન તથા ફાઈઝરની વેક્સિનના ડેટા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ત્રણેય વેક્સિન માટે ઈમર્જન્સી મંજૂરી માંગવામાં આવી છે. સમિતિએ ત્રણેય વેક્સિન કેન્ડિડેટ્સને ઈમર્જન્સી મંજૂરી માટેની અરજી પર કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતા અને કંપનીઓ પાસેથી જવાબ માંગવામાં આવ્યા હતા.

ભારતમાં ઈમર્જન્સી મંજૂરીનને લઈ શુ નિયમ છે?

ભારતના ટોચના વેક્સિન સાયન્ટિસ્ટ અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં પ્રોફેસર ડો.ગગનદીપ કાંગના મતે ગયા વર્ષે ભારતમાં નવા ક્લિનિકલ ટ્રાયલ્સના નિયમ બન્યા છે. તેમા રેગ્યુલેટરને ઈમર્જન્સી સ્થિતિમાં ટ્રાયલ વગર પણ દવા અથવા વેક્સિનનો ઈમર્જન્સી ઉપયોગ કરવા મંજૂરી આપવાનો અધિકાર અપાયો છે.

ડો. કાંગના મતે ઈમર્જન્સી યુઝની પરવાનગી બાદ પણ મોનિટરિંગ ક્લિનિકલ ટ્રાયલ્સ જેવી જ હોય છે. દરેક દર્દીની વિગતો જરૂરી હોય છે. તેની ઉપર નજર રાખવામાં આવે છે. જે કંપનીએ પોતાની પ્રોડક્ટ માટે અન્યત્ર લાઈસન્સ મળ્યુ છે તેને પ્રિ-ક્લિનિકલ અને ક્લિનિકલ ટ્રાયલ્સને લગતી સંપૂર્ણ વિગત રેગ્યુલેટર સમક્ષ રજૂ કરવાની રહે છે.

જ્યારે કંપની ઈમર્જન્સી રિસ્ટ્રિક્ટેડ યુઝની પરવાનગી માંગે છે તો રેગ્યુલેટરના સ્તર પર બે સ્ટેજમાં આ પ્રક્રિયા થાય છે. સબ્જેક્ટ એક્સપર્ટ સમિતિ એવી અરજી પર વિચાર કરે છે. તેની મંજૂરી બાદ કેસ સર્વોચ્ચ સમિતિ સમક્ષ જાય છે. આ સમિતિમાં સ્વાસ્થ્ય મંત્રાલયને લગતા વિભાગોના સચિવ પણ હોય છે. UK માં સામે આવ્યો કોરોનાનો નવો અવતાર

વૈજ્ઞાનિકોને ચિંતા હતી કે આ કોરોના વાઈરસમાં મ્યુટેશન થાય અને તેનું સ્વરૂપ બદલાઈ જાય તો શુ વિશ્વભરમાં તૈયાર થઈ રહેલી વેક્સિન અસરકારક રહી શકશે? આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ જવાબ આપ્યો છે. વૈશ્વિક સંગઠનના હેલ્થ ઈમર્જન્સી પ્રોગ્રામના ડિરેક્ટર માઈક રાયને કહ્યું છે કે વાઈરસમાં થયેલા ફેરફારથી તેની સામે બની રહેલી વેક્સિનને અસર થવાને લગતા કોઈ ડેટા હજુ સુધી તને મળ્યા નથી.

UKના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યું હતું કે ઈગ્લેન્ડના દક્ષિણી ભાગમાં કોરોના વાઈરસ માટે આ નવી વેરિએંટની જાણ થઈ છે. તેનાથી ઈન્ફેક્ટ થયેલા 1,000 કેસ સામે આવ્યા છે. WHOની વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગ સમયે રાયને કહ્યું કે શુ આ વાઈરસ વધારે જોખમી છે? શું આ વાઈરસને સરળતાથી ટ્રાન્સમિટ થવામાં મદદ કરે છે? શુ આ ડાયગ્નોસ્ટિક્સને અસર કરે છે? શું આ વેક્સિનની ઈફેક્ટિવનેસને અસર કરશે? આ તમામ પ્રશ્નોનો જવાબ હજુ સુધી મળ્યો નથી. અમારી પાસે એવી કોઈ માહિતી નથી કે જેના આધાર પર કહી શકાય કે વેક્સિનની અસર ઓછી થવાની છે. હકીકતમાં UKમાં ગયા સપ્તાહે ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનને સામાન્ય લોકોએ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: