Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસામાં જીઆરડી જવાને ટક્કર મારી જીપડાલા ચાલક ફરાર

ડીસા બનાસ નદીના પુલ પર ગઈકાલે વહેલી પરોઢે ફરજ બજાવીને ઘરે પરત ફરતા જી આર ડી જવાનને જીપડાલા ચાલકે ટક્કર મારી ફરાર થઈ જતા જી.આર.ડી જવાનને ગંભીર ઇજાઓ થવા પામી છે. જે અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.અંગેની વિગત એવી છે કે, ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપની સામે આવેલી અંબર સોસાયટીમાં રહેતા અને ડીસા યુનિટ મા ગ્રામરક્ષક દળમાં ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ અને તેમની સાથે ફરજ બજાવતો મહેશજી ધારજીજી પરમાર ( રહે.વડલી ફાર્મ, તા .ડીસા ) બંને જણા વહેલી સવારે આખોલ ચાર રસ્તા પાસે પોતાનો પોઇન્ટ હોઈ નોકરી પૂરી કરી મહેશના બાઇક પર પરત ઘરે ફરતા હતા. દરમિયાન મહેશ નું બાઈક નદીના પુલ પર અચાનક બંધ થઈ ગયું હતું.જેથી દેવેન્દ્રસિંહે જણાવ્યું કે,” હું ધક્કો મારું તમે બાઈક ચાલુ કરો”. જોકે આ દરમિયાન બનાસનદીના પુલ ઉપર પુર ઝડપે આવી રહેલ જીપડાલા ના ચાલકે બાઈકને ટક્કર મારતા મહેશ પરમાર ઘસડાઈને નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી. જેથી દેવેન્દ્રસિંહે મહેશના ભાઈને તાત્કાલિક જાણકારી મહેશને વધુ ઇજા હોવાથી તેને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે દેવેન્દ્રસિંહ ગોહીલે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા જીપડાલા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તુ તપાસ કરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: