Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ ને લઈને જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં તેમજ આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના માણસો રોકાઈ તે પોતાની ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ રહેલી છે. આ સંજોગોમાં આવા તત્વો બાબતે સંપુર્ણ માહિતી મેળવી શકાય તેમજ તેમના ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ હોટલ, ગેસ્ટ હાઉસના માલિકો સંચાલકોનો સહકાર બહુ જ અગત્યનો છે. આ અંગે ગેસ્ટ હાઉસ/ હોટલના માલિકોએ નિયમોનું પાલન કરવા તેમજ હોટલ ગેસ્ટ હાઉસ વિશીના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી સાથે દરેક હોટલે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખી જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ PATHIK (Programme for Analysis of travellers and Hotel Informatiks) સોફટવેરમાં ઈન્સ્ટોલ કરાવી જેનો બનાસકાંઠા જિલ્લા ખાતે અમલ કરવાનો હોઈ રજીસ્ટરમાં થતી એન્ટ્રી PATHIK સોફટવેરમાં પણ કરવાની રહેશે. આ અંગે ગેસ્ટ હાઉસ/ હોટલના માલિકોએ રજીસ્ટર નિભાવી નિયમોનું પાલન કરવા માટેનું જાહેરનામું બહાર પાડવા પોલીસ અધિક્ષકશ્રી બનાસકાંઠાના તા.૧૯/૦૭/૨૦૨૨ ના પત્રથી દરખાસ્ત કરેલ છે.શ્રી આનંદ પટેલ, (આઇ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩ ની કલમ -૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શહેરી/ ગ્રામ્ય વિસ્તાર તેમજ આંતરીયાળ વિસ્તારોમાં આવેલ ગેસ્ટ હાઉસ હોટલના માલિકોએ પથિક સોફટવેર ઈન્સ્ટોલ કરાવી તેનું પાલન કરવા ફરમાવુ છું. તેમજ આ જાહેરનામા હેઠળ ફરીયાદ નોંધાય તો તુર્ત જ નીચે સહી કરનારને લેખિત જાણ કરવા પણ ફરમાવુ છું.આ જાહેરનામું તા ૦૫/૦૮/૨૦૨૨ થી તા.૦૩/૧૦/૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • Oct 4, 2026

વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી

બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
Home • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
Home • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: