Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

થરાદમાં જનસેવા ટ્રસ્ટ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશનનો અનોખો પર્યાવરણ સંદેશ, 3હાજારથી વધુ ચકલી ઘર કુંડા વિતરણ

થરાદમાં જનસેવા ટ્રસ્ટ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશનનો અનોખો પર્યાવરણ સંદેશ, 3હાજારથી વધુ ચકલી ઘર કુંડા વિતરણ

વાવ થરાદ જિલ્લામાં પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ રૂપે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-બનાસકાંઠા સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન વાવ-થરાદના સંયુક્ત ઉપક્રમે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.થરાદ ત્રણ રસ્તા રેફરલ હોસ્પિટલ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 1500 ચકલી ઘર અને 1500 પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા.

જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે પ્રસંગે સ્થાનિક આગેવાનો અને સમાજસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત જાનકીદાસ બાપુ ઢીમા ,આંબાભાઈ નાઈ,જગદીશ સિંહ રાજપુત શ્રી રામ સેવા સમિતિ પ્રમુખ,માંગીલાલ પટેલ પથુસિંહ રાજપુત, રમેશભાઈ રાજપુત પ્રતાપભાઈ સોની, જૈમિન ભાઈ પ્રજાપતી હિતેશભાઈ વાણીયા, ગુલાબગીરી અતિત ડો. કુલદિપ માથુર,કૃણાલ મલોસણીયા,તેજસ બારોટ,હિતેન્દ્ર શ્રીમાળી,રિતેશભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ રાજપુત સુરેશભાઈ સોની સોનલ બેન પ્રજાપતિ લક્ષ્મીબેન ઠાકોર ગીતાબેન વાણીયા, હાજાજી રાજપૂત ,ભીખાભાઇ નાઈસહિત અનેક આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયન ના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત,ઉપપ્રમુખ ધ્રુપલ જયસ્વાલ સહિત ટીમ ના તમામ પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા.

જનસેવા ટ્રસ્ટના ભૂપતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, સંસ્થાનો મુખ્ય હેતુ લુપ્ત થતી ચકલી જાતિને બચાવવા માટે જનજાગૃતિ લાવવાનો છે. વર્ષ 2021થી શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ 18 તાલુકા અને 4 જિલ્લામાં કુલ 20,000 ચકલી ઘર અને 20,000 પાણીના કુંડા વિતરણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 18,000થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરીને જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવામાં આવી છે. સાથે જ દર વર્ષે દિવાળી નિમિત્તે મીઠાઈ વિતરણ, 75થી વધુ બાળકોને દત્તક લઈને તેમના શિક્ષણની જવાબદારી, મિનરલ પાણી પરબ અને ભાદરવી પૂનમ જેવા સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશન પણ છેલ્લા પાંચ વર્ષથી છાશ વિતરણ, પાણી પરબ, લિંબુ સરબત તથા પક્ષી ઘર અને કુંડા વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહી છે. વાવ-થરાદ વિસ્તારમાં પત્રકાર એસોસિયેશન દ્વારા કરવામાં આવતી આ સેવાકીય કામગીરી લોકોને પ્રેરણા પૂરું પાડી રહી છે.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદ • Aug 9, 2026

થરાદમાં 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજની સિદ્ધિને બિરદાવાઈ

વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે...
વાવ-થરાદ • Aug 1, 2026

વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસ, શિક્ષણ, સિંચાઈ અને પરિવહનના મુદ્દાઓ ગુંજ્યા

વાવ થરાદના વાવ ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની...
વાવ-થરાદ • May 27, 2026

સાટા પ્રથાને લઈ ચુવા ગામે વિવાદ: મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ, વાવ પોલીસમાં લેખિત રજૂઆત

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ ) | વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચુવા ગામે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: