બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં તલાટી ક્રમ મંત્રી ઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ પર છે જેને લઈને ગ્રામ્ય લેવલ ની કામગીરી જેવી કે જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિ ના દાખલા, જન્મ – મરણ ના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિત ની જરૂરિયાતો વિના મૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વાવ તાલુકા સરપંચ એશોશીયેશન ના પ્રમુખ સહિત વાવ ના ૭૨ ગામો ના સરપંચો એ તલાટી ક્રમ મંત્રી ની માંગો ને ટેકો જાહેર કરી તલાટી ક્રમ મંત્રી ઓ ની માંગ ને લઈને વાવ તાલુકા વિકાસ અધિકારી સહીત વાવ મામલદાર કે.એચ .વાઘેલા ને આવેદન પાઠવ્યું છે જેમાં સરકાર આ તલાટી ક્રમ મંત્રી ની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે અને ગ્રામ્ય લેવલ ની કામગીરી ચાલુ કરવાની માંગ કરાઈ છે ઉલ્લેખનીય છે કે વર્તમાન સમય માં સરહદી વિસ્તારો ના પશુધન પર લંપી નામના રોગ થી અસંખ્ય પશુધન મરી રહ્યું છે જેને લઈને સરપંચ સહીત તલાટી ને તેની દફન વિધિ કરાવવા ની કામગીરી છે પણ આ કામ એકલા હાથે ના પહોચી વળતા ધીમી ગતિ હોવાના લીધે સરકાર ને આવેદન પાઠવવામાં આવ્યું છે
તલાટી કર્મ મંત્રી અચોક્કસ મુદ્દત ની હડતાળ ને લઈને વાવ ના ૭૨ ગામો ના સરપંચો દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરાઈ
Related News Stories
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
