ડીસા તાલુકાના ધનાવાડા ગામની સગીર વયની યુવતી ને થેરવાડા ગામનો યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરા ના પિતાએ ડીસા તાલુકા પોલીસમાં નોંધાવી છે . આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધનાવાડા ગામે રહેતા ડોમરાજી સેધાજી ઠાકોર તેમના બે સંતાનો સાથે રહી ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ તારીખ 20 જૂન ના રોજ રાત્રે પરિવાર સાથે સુતા હતા બાદમાં સવારે ઊઠીને જોતા તેમની દીકરી ઝલક ઉંમર વર્ષ 17 પથારીમાં ન જણાતા તેમણે શોધખોળ કરી હતી. આ દરમિયાન તેમના સાળાના દીકરા ભારતે જણાવ્યું હતું કે ગઈ મોડી રાત્રે થેરવાડા ગામના શખસો જગદીશ નારણભાઇ ઠાકોર, કિરણ ભુરાભાઈ ઠાકોર,પ્રભુભઈ રૂપાભાઈ પટેલ ને પોપટભાઈ રામજીભાઈ માજીરાણા સફેદ કલરની ગાડી લઈને મંદિર આગળ ઉભા હતા. તેમની સાથે એક યુવતી મોઢું બાંધેલી હતી.જેથી તેઓએ થેરવાડા ગામે જઈ તપાસ કરતા કિરણ ઠાકોર મળી આવેલ હતો તેમ જ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે તમારી દીકરીને જગદીશ ઠાકોર લગ્ન કરવા ભગાડીને લઈ ગયેલ છે અને અમે તેને પાલનપુર રેલવે સ્ટેશનને મૂકીને આવેલા છે . આથી તેમની દીકરી ઝલકને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની જાણ થતાં તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફ
ડીસાના ધનાવાડા ગામેથી સગીરાનું અપહરણ થેરવાડા નો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
