સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રા ધામ ઢીમા ગામની કોળાવા ત્રણ રસ્તા પર આવેલ ધી ઢેમેચાવાસ દૂધ ઉત્પાદક ડેરી નજીક સીસીટીવી કેમેરામાં સોમવારે સવારે સાત વાગે દીપડો હોવાની અફવાને પગલે સ્થાનિક ખેડૂતો સહિત ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.તો વળી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને જંગલી જાનવરની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ વનવિભાગનો સંપર્ક કરતાં અને પંજાના નિશાનના આધારે નાર હોવાનું જાણવા મળ્યું હતું.વધુ માં આ અંગે વનવિભાગનાં વી.જી.સોલંકી ફોરેસ્ટરે ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે દીપડો નહિ વરુ છે.રાજસ્થાન બાજુથી રબારી ઘેટાં બકરા લઈને આવે છે કાંતો એમની સાથે આવેલ હશે નહિતર નજીકમાં શિકાર ન કરે તો શિકાર માટે પણ આવેલ હોઈ શકે છે.હાલમાં વાવ અને સુઈગામ વિસ્તારમાં ૨૦ થી ૨૫ જેટલાં વરુ મુક્ત રીતે વિહરી રહ્યાં છે.અને આજ સુધી ક્યારેય પણ માનવો સાથે ઘર્ષણ અને લોકો ના શિકારની ઘટનાઓ ક્યારેય બની નથી.જેથી લોકજીવનમાં આ પ્રાણી માનવ જાતિનું પણ સન્માન કરે છે.
ઢીમાની દૂધ ડેરીનાં CCTVમાં દીપડા દેખાયાની અફવાથી લોકોમાં દોડધામ મચી
Tags:
#આજ ના તાજા સમાચાર#ઢીમાની દૂધ ડેરીનાં CCTVમાં દીપડા દેખાયાની અફવાથી લોકોમાં દોડધામ મચી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમ#લોકલ સમાચાર#સરહદી લોકલ સમાચાર#સરહદી સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
